
11 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
તાલુકા હેલ્થ ઓફીસ ડીસા માં અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા તારીખ 10 જુલાઈ 23 ના રોજ આદર્શ વિદ્યા સંકુલ ડીસાના ઉ .માં.વિભાગની પાળીમાં તમાકુ નિષેધ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ની પ્રેરણા થી તમાકુ નિષેધ કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં જિલ્લા એપેડેમિક ઓફિસર સાહેબ શ્રી ર્ડો જીજ્ઞેશ હરિયાણી સાહેબ શ્રી હાજર રહેલ, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પી. એમ. ચૌધરી સાહેબ ના સંકલન સાથે સોસિયલ વર્કર અનિલભાઈ રાવલ તેમજ કાઉન્સેલર નાંદોલિયા કામરઅલીએ વિદ્યાર્થીઓને પી. પી. ટી ના માધ્યમથી તમાકુ સેવનથી થતી હાની થી વાકેફ કર્યા હતા. પ્રોગ્રામ ઓફિસર ,Tmphs નિરંજનભાઈ અને અર્બન હેલ્થ સેન્ટર 2 ના આરોગ્ય સુપરવાઈઝર શ્રી હરિસિંહ જી ચૌહાણ દ્વારા આયોજિત તમાકુ નિયંત્રણ વકતૃત્વ સ્પર્ધામાં કુલ 22 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં અનુક્રમે પ્રથમ નંબર જોશી મમતા,દ્વિતીય નંબર રાવલ સાક્ષી અને તૃતિય ક્રમ માળી રાહુલે મેળવ્યો હતો.વિજેતા વિદ્યાર્થીઓને અર્બન હેલ્થ સેન્ટર ડીસા 2 દ્વારા ઇનામ આપીને તેમજ બાકીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં હેલ્થ સ્ટાફ શ્રી જયદીપ શેખલીયા mphw તેમજશાળાના પ્રધાનાચાયૅ કે. પી રાજપૂત સાહેબ અને હરેશભાઇ પવાયા સુપરવાઈઝર સાહેબ તથા તમામ અધ્યાપકોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમમાં 450 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી તમાકુ નિષેધ માટે પ્રતિજ્ઞા લીધી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આદર્શ વિદ્યા સંકુલ ડીસા ના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું. શ્રી નટુભાઈ જોશી એ તમામ આરોગ્ય અધિકારીઓ નો આભાર માન્યો હતો.