
*અતુલ્ય વારસો* ટીમ દ્વારા તા.૦૮/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૦૫ કલાકે *મહાશિવરાત્રી* નિમિત્તે હિંમતનગર નજીક આવેલ રાયસિંગપુર ગામના ખેડરોડા સમૂહના ૧૦૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન દેવાલયમાં *મહાઆરતી* કાર્યક્રમનું આયોજન પુરાતત્વ વિભાગની મંજુરીથી રાખ્યું હતું. જેમાં હિંમતનગર વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે હાજરી આપી દર્શન અને મહાઆરતી લાભ લઈ ધન્યતા અનુભવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા ખેડગામના સ્વયંસેવકો ઉપસ્થિત રહી આરતીમાં જોડાઈ શ્રધ્ધાનો દીપક પ્રગટાવ્યો. સમગ્ર કાર્યક્રમમાં અતુલ્ય વારસોમાંથી કપિલ ઠાકર અને ટીમ, સા.કાં.કલેક્ટરશ્રી નૈમેષ દવે,હિંમતનગર ન.પા કારોબારી અધ્યક્ષ જિનલબેન પટેલ, ખેડ ગામમાંથી ઉપસરપંચશ્રી , નારાયણભાઈ, મુળજીભાઈ …..વગેરે ઉપસ્થિત રહ્યા.
[wptube id="1252022"]