ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ની રજુઆત રંગ લાવી પ્રાંતિજ-તલોદ મા રોડ રસ્તાને લઈ ને ૨૫ કરોડ ૨૫ લાખ અત્યાર સુધીમા ફાળવણી થઈ

મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ અનેક ગામડા ને જોડાતા રસ્તાની કામગીરી ને ફાળવાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદ તાલુકાના ગામડાઓના રસ્તાઓની કામગીરી માટે મુખ્ય મંત્રી ગ્રામ યોજના હેઠળ વર્ષ૨૦૨૩.૨૪ના વર્ષ માટે રૂપિયા ૨૫ કરોડ ૨૫ લાખ રૂપિયા ની ફાળવણી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રજૂઆત ના પગલે કરતાં બંને તાલુકાના રસ્તાઓના પ્રશ્નો એકજ ઝાટકે હલ થયા હતા અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ની રજૂઆત રંગ લાવી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ૨૦૨૩.૨૪ વર્ષ અંતર્ગત કિસાન પથ તથા ખાસમરામત યોજના થકી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાના ૨૫ થી પણ વધારે ગામડાઓને જોડતા રસ્તાની કામગીરી માટે પ્રાંતિજ તલોદ તાલુકાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆત રંગ લાવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રાંતિજ તલોદ તાલુકાના ૨૫ થી પણ વધારે ગામડાઓના રસ્તાની કામગીરી માટે રૂપિયા ૨૫ કરોડ ૨૫ લાખ રૂપિયાની રકમની ફાળવણી કરતાં પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગામડાઓના રસ્તાઓ નવીન બન્યા છે અને જનતાની રસ્તાઓની હાડમારીનો પ્રશ્ન હલ થયો છે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા બંને તાલુકાના ગામડાઓના જરૂરિયાત રસ્તોઓનુ સર્વે કરી ગુજરાત સરકારમાં રજુઆતોના પગલે બંને તાલુકાના રસ્તાના કામો સરકારે અગ્રતાના ધોરણે હાથ લઈ કરોડો રૂપિયા ની રકમ ની ફાળવણી કરતાં બંને તાલુકાને રસ્તા સહિતના કામોમાં સરખો ન્યાય અપાયો છે જે બંને તાલુકાઓની જનતા માટે આનંદની વાતછે જનતા વતી અને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો હતો