હાલોલ:સરસ્વતી સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજાયો,મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૮.૨૦૨૩
હાલોલના કંજરી રોડ ખાતે આવેલ સરસ્વતી સ્કૂલમાં “વિજ્ઞાન મેળા” પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ધો-6 થી 12 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ વિદ્યાર્થીઓ ના પોતાના નવા વિચારો અને નવી-નવી આધુનિક તકનીકો દ્વારા પૃથ્વી પર માનવ વિકાસ ને ઉપયોગી કેવી રીતે બનાવી શકીએ જેમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ નું શિક્ષણ આપતા શાળા ના દરેક શિક્ષકો પાસેથી આ બાળકો એ માર્ગદર્શન મેળવ્યું હતું.અને ગણિત/વિજ્ઞાન પ્રદર્શન અંગે પ્રોજેકટ તૈયાર કર્યા હતા.જેમાં તાજેતરમાં બહુ ચર્ચિત ચંદ્રયાન પણ બાળકો દ્વારા બનાવવામાં આવ્યું હતું.જેમાં લગભગ 45 જેટલા પ્રોજેક્ટ બાળકો દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લાયન્સ ક્લબના સેક્રેટરી રિઝવાન ભાઈ મુલતાની તથા પ્રમુખ પ્રવીણભાઈ રાજન તેમજ સરસ્વતી સ્કૂલના ગુજરાતી મિડિયમના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ, તેમજ અંગ્રેજી માધ્યમના આચાર્ય અમિતભાઈ પટેલ તેમજ સાયન્સ ટીચર રોહિત હિતેશભાઈ,વિજયભાઈ સુવા, ભાવીનભાઈ પટેલ,પુજાબેન જોશી,મિતભાઈ ભાવસાર,અમીબેન પટેલ તથા પ્રમુખ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ વિજ્ઞાન મેળા ની શોભા વધારી હતી.અને અંતે આ વિજ્ઞાન મેળા માં બાળકો એ બનાવેલ કૃતિને પ્રોત્સાહિત કરી બાળકો ના આત્મવિશ્વાસ માં વધારો કરવા શાળાના આચાર્યો તેમજ શાળાના શિક્ષકો અને તમામ સ્ટાફે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.










