અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ભારત દેશમાં 91 FM ટ્રાન્સમીટર્સ શરુ થવા જઈ રહ્યા છે જેમાંથી અરવલ્લી જિલ્લાને મળશે એક FM સ્ટેશન
માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે તારીખ 28 એપ્રિલ 2023 ના રોજ સવારે 11 વાગે વર્ચ્યુલી શુભારંભ કરવામા આવશે.ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે FM સ્ટેશન મળશે.જેનાથી વિવિધ ભારતી પુરા મોડાસામાં સાંભળવા મળશે.જેની ફ્રિકવન્સી 100.1 MHz રહેશે.
દેશમાં ભારત દેશમાં 91 FM ટ્રાન્સમીટર્સ શરુ થવા જઈ રહ્યા છે,જેમાંથી અરવલ્લી જિલ્લામાં પણ એક FM સ્ટેશનનો સમાવેશ થાય છે. આકાશવાણીના ઉપનિર્દેશક સાથે વાત કરતા જાણવા મળ્યું કે, દેશમાં 91 સ્ટેશન પૈકી ગુજરાત 10 માંથી અરવલ્લી જિલ્લામાં 1 FM સ્ટેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાનશ્રીના હસ્તે કરવામાં આવશે.જે અરવલ્લી જિલ્લાના લોકો માટે ખુશખબર છે.હવે મોડાસાના લોકો પણ FM પોતાના શહેરમાં સાંભળી શકશે.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સર્વોદય હોસ્પિટલની બાજુમાં આકાશવાણી રીલે સ્ટેશન (જુના દૂરદર્શન )ખાતે આ કાર્યક્રમ યોજાશે.








