
મોરબી શહેરમાં રોડ બંધ કરીને થઇ રહેલા મંજૂરી વગર નાં બાંધકામો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી શહેરમાં મંજૂરી વગરના બાંધકામો આડેધડ થઈ રહ્યા છે અને શહેર નેં કોંક્રિટ સીમેન્ટ નું જંગલ બનાવી દીધું છે. જેમાં અમુક લોકો તો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રોડ બંધ કરી દે છે અને મંજૂરી વગરના બાંધકામો કરો કરતા હોય છે અને આવું જ એક બાંધકામ થઈ રહ્યું છે જ્યાં શેરી બંધ કરી દેવામાં આવી છે. આ રાજકીય આકાઓની મહેરબાની વગર થઈ શકે નહીં તેવું લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ દાઉદી પ્લોટ શેરી નંબર-૧ માં બાંધકામ ની કપચી નાખીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. મોરબી શહેરમાં વાહનો અને વસ્તીનો જેટ ગતીએ વધારો થતા હાલ નાં રોડ રસ્તાઓ સાંકડા પડી રહ્યા છે. ત્યારે અમુક રાજકીય આકાઓના જોરથી કુદતા લોકો રોડ બંધ કરી દેતા હોવાથી લોકો ટ્રાફિક સમસ્યામાં હેરાન થતા હોય છે. જ્યારે મોરબીનું વહીવટી તંત્ર ધતરાષ્ટ્ર ની ભૂમિકામાં છે કાંતો આવાં બિનઅધિકૃત બાંધકામો કરનારા ની લાજ કાઢી છે. કેમકે આજદિન સુધી બીનઅધિકૃત બાંધકામ તરફ જોવા ગયા નથી. આવા ફરજ બેદરકારી દાખવતા રાજ્ય સેવકો નાં કારણે સરકાર ની બદનામી થઈ રહી છે અને લોકોને વિશ્વાસ ઊઠી રહ્યો છે.
હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું એલાન કર્યું છે ત્યારે મોરબી શહેર માં થઈ રહેલા આ બીન અધિકૃત બાંધકામો તેમની સત્તાધારી પાર્ટી ના કરતા હોય તેવું પટ દેખાઈ રહ્યું છે તો પહેલા ભ્રષ્ટાચાર ઘર આંગણે થી દૂર કરવામાં આવે તો જ લોકો ને વિશ્વાસ બેસશે.








