GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલે બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતાં શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી

તારીખ ૧૧/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ ધોરણ દશ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે ત્યારે કાલોલ તાલુકાની બોરુ ગામ સ્થિત વડોદરા ખાનકાહે રીફાઇયા દ્વારા સંચાલિત રીફાઈ એકેડમી અને વેલ્ફેર ટ્રસ્ટના નેજા હેઠળની રીફાઇ પબ્લિક સ્કૂલ નું પહેલા જ વર્ષે ૨૦૨૪ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરતાં સમગ્ર શાળા સ્ટાફ સાથે શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલની સ્થાપના વર્ષ ૨૦૧૨ માં નર્સરી થી શરૂઆત થઇ હતી જે ૨૦૨૪ માં બાર વર્ષે એસએસસી બોર્ડમાં રીફાઇ પબ્લિક સ્કૂલના ધોરણ દસનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ આવ્યું હતું જેમાં આ વર્ષે એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળાના બાવીસ વિધાથીર્ઓએ પરીક્ષા આપી હતી જ્યાં બાવીસેબાવીસ વિધાથીર્ઓ પરીક્ષામાં પાસ થયા છે અને આંઠ વિધાથીર્ઓ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં બેલીમ સાહિન ૯૦.૮૩ ટકા મેળવી શાળામાં પ્રથમ આવી છે જ્યારે પઠાણ પરવીના ૮૮.૭ ટકા સાથે દ્રિતીય, શેખ આબેદીન ૮૪.૬૭ ટકા અને શેખ અલફાજ ૮૪.૬૭ ત્રીજા ક્રમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બોર્ડ એક્ઝામ માં રીફાઇ પબ્લિક સ્કૂલની ઉચ્ચ સફળતાથી વિધાથીર્ઓના પરિજનો સાથે પરિચિતો અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે ત્યારે શાળાએ સફળતા પાછળ શાળાની અથાગ મહેનતની સાથેસાથે માતા-પિતા નો સતત સહકાર અને હૂંફ તેમજ શાળાનો સ્ટાફગણ અને સંસ્થાના ટ્રસ્ટીઓ હરએક ક્ષણે આપવામાં આવેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન ને પરિણામલક્ષી સફળતાં માટેનું કારણ બતાવી હઝરત સૈયદ રીફાઇ નૈયરબાબા એ શાળાના શિક્ષકો સાથે વિધાથીર્ઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button