GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પોલીસના દરોડામાં દેશી દારૂ તથા દારૂ બનાવવા ના સાધનો સાથે ઈસમ ઝડપાયો 

ટંકારા પોલીસ ટીમે ઉગામણા નાકા પાસે રહેણાંક મકાનમાં બાતમીને આધારે દરોડો પાડતા ૧૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાના સાધનો સાથે એક શખ્સની અટક કરી ટંકારા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ટંકારા પોલીસને બાતમી મળી કે ઉગમણા નાકા પાસે રહેતા અશ્વિનભાઈ કરશનભાઇ સોલંકી પોતાના રહેણાંકમાં દેશી દારૂ બનાવી તેનું વેચા કરે છે. જે બાતમીને આઘાતે ટંકારા પોલીસ ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી ગે.કા. દેશી દારૂ ૧૦ લીટર તથા દેશી દારૂ બનાવવાના સાધનો જેમા એક ગેસનો લોખંડનો ચુલો, ગેસનુ સીલન્ડર (બાટલો), એક પતરાનુ ટીપણુ, એક દુધીયા કલરનો પ્લા.નો કેરબો, એક નાની પ્લા.ની ડોલ, એક સ્ટીલનો જગ તથા એક પ્લા.ની ગરણી મળી આવતા આ સાથે આરોપી અશ્વિનભાઇ ઉર્ફે ગડો કરશનભાઇ સોલંકી ઉવ.૨૯ રહે ટંકારા ઉગમણાનાકા પાસે તા-ટંકારા જી-મોરબીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button