માણીપૂરમાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસનું તેમના ઘરેથી અપહરણ
પોલીસ અને સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહી બાદ પોલીસ અધિકારીનો બચાવ થયો

એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું તેના ઘરેથી અપહરણ થયાના સમાચાર બાદ મણિપુરમાં તણાવ વધી ગયો છે. હવે સેનાને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ઈમ્ફાલ ઈસ્ટમાં આસામ રાઈફલ્સની 4 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
મેઇતેઈ જૂથના અરામબાઈ ટેંગગોલ સંગઠનના લોકોએ એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ-ASPઅમિત કુમારનું તેમના ઘરેથી અપહરણ કર્યું હતું. જોકે, પોલીસ અને સુરક્ષા દળોની ઝડપી કાર્યવાહી બાદ પોલીસ અધિકારીનો બચાવ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર છે.
મામલો 27 ફેબ્રુઆરી મંગળવારની સાંજનો છે. અરામબાઈ ટેન્ગોલના માણસોએ ઈમ્ફાલના વાંગખાઈમાં ASPઅમિત કુમારના ઘર પર હુમલો કર્યો. હુમલાખોરોએ અમિત કુમારના ઘરમાં તોડફોડ કરી અને ત્યાં હાજર ચાર વાહનોને નુકસાન પહોંચાડ્યું.
થોડા દિવસો પહેલા અમિત કુમારે વાહન ચોરીના આરોપમાં મેઇતેઈ સંગઠન આરામબાઈ ટેન્ગોલના 6 લોકોની ધરપકડ કરી હતી. મેઈતેઈ મહિલા જૂથે આ ધરપકડ સામે પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓની મુક્તિ માટે રસ્તો રોક્યો હતો.
ASPના પિતા એમ. કુલ્લાએ જણાવ્યું કે તેમણે હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ અચાનક વાહનો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ કારણે તેમણે અંદર જઈને તાળું મારીને જવું પડ્યું. પરંતુ પોલીસ અધિકારીનું અપહરણ કરીને લઈ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ તુરંત સક્રિય થઈ ગઈ હતી અને થોડા કલાકોમાં જ પોલીસ અધિકારીનો બચાવ થયો હતો. આ પછી બગડતી પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે સેનાની મદદ લીધી છે.
ગયા વર્ષે 3 મેના રોજ મણિપુરમાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હિંસામાં અત્યાર સુધીમાં 180 લોકોના મોત થયા છે.










