PANCHMAHAL

કાલોલ ના નેસડગામ પાસેની કુવેચ નદીનાં નાળાં પર વહેતાં પાણીનાં પ્રવાહમાં એક આધેડનું તણાઈ જતાં મોત.

તારીખ ૨૧/૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકામાં બુધવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. નેસડા નિશાળ ફળિયા પાસેથી પસાર થતી કુવેચ નદીનું પાણી નાળાં પરથી પસાર થતાં મૂળ ખંડેવાળના અને ખેતરમાં રહેતાં એક આધેડનું પાણીમાં તણાઈ જતાં મોત નિપજ્યું હતું.કાલોલ વેજલપુરથી કાનોડ રોડ પર રેલ્વે ફાટક પર ઓવર બ્રિજની કામગીરી ચાલુ છે. કાલોલ થી ડેરોલ સ્ટેશન માર્ગ પરથી કાનોડ જવા પણ પીંગળી ફાટક પર પણ ઓવર બ્રિજનું કામ ચાલુ છે પરંતુ કોઈ પણ પ્રકારનું ડ્રાયવર્ઝન આપેલ નથી.જેથી પીંગળી કે કાનોડ જતા રાહદારીઓ ને ખંડેવાળ,નેસડા, હમીરપુરી તરફ ફરીને જતા હોય છે. બુધવાર નાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રથી નદી નાળાંમાં પાણીનાં વ્હેણ વધ્યા હતા આવી પરિસ્થિતિમાં કાલોલ તાલુકાના નેસડાથી હમીપૂરી થઈ જતાં માર્ગ પર નેસડા નિશાળ ફળિયા પાસેનાં કૂવેચ નદીનાં નાળાં પર વરસાદી પાણીનો ધસમસ્તો પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. જેમાં ખંડેવાડના એક આધેડનું પાણીમાં તણાઈ જતાં મોત નિપજ્યું હતું.કાલોલનાં ખંડેવાળ ગામના જીતેન્દ્રભાઈ પ્રતાપભાઈ રાઠોડ (ઉં.વ ૫૧) જે છેલ્લા ઘણા સમયથી જેલી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ તેમનાં ખેતરોમાં રહેતાં હતાં. ડ્રાઇવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા.જેઓ બુધવારની સાંજે નેસડા ગામમાં સાઈકલ લઈને ઘરનો સામાન લેવાં માટે નેસડા ગામમાં ગયાં હતાં. અચાનક વરસાદની હેલીએ ગણતરીની મિનિટોમાં જમીન પર પાણી પાણી થઈ ગયું હતું. જ્યારે કાલોલ નાં નેસડાગામના નિશાળ ફળિયા પાસેનાં નાળાં પર પણ પાણી વહેતું થયું હતું. આવા વહેતાં પાણીનાં પ્રવાહમાં જીતેન્દ્રભાઈ રાઠોડ સાયકલ અને ઘર વપરાશ માટેની સામગ્રી લઈ પરત ઘરે ફરતા પાણીનાં વ્હેણમાંથી પસાર થતાં જીતેન્દ્રભાઈ સાયકલ અને ઘરનો સામાન કુવેચ નદીનાં નાળાં પર જતાં પાણીની જોશ માં તણાઈ ગયા હતા.મોડી રાત્ર સુધી જીતેન્દ્રભાઈ ઘરે નાં પહોંચતા તેમનાં પરીવારએ તપાસ હાથ ધરી તો નેસડા નિશાળ ફળિયાનાં નાડા પાસે નાં નાળાં નજીકની બાવળની ઝાડીઝાંખરામાં પાણીમાં ઉધાં ડૂબેલાં હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ખંડેવાડ નેસડા સહિતના ગ્રામ જનોએ મૃતદેહ ને જોતાં કાલોલ પોલીસ ને જાણ કરી હતી. ગ્રામ જનોએ જહેમત ઊઠાવી ઝાડી ઝાંખરામાં અટવાયેલ મૃતદેહને બહાર લાવી ગુરૂવારનાં રોજ કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ઘટનાની જાણ કરી મૃતદેહને અંતિમ વિધિ માટે તેમનાં નિવાસ સ્થાને લઈ ગયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button