GUJARATMORBIWANKANER

મોરબી વાંકાનેર હાઇવે પર માટી ભરેલ ટ્રેક્ટર ખાડામાં પલટી મારતા ટ્રાફિક જામ!!!:

મોરબી વાંકાનેર હાઇવે પર માટી ભરેલ ટ્રેક્ટર ખાડામાં પલટી મારતા ટ્રાફિક જામ!!!:

જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવું કર્યું

મોરબી વાંકાનેર હાઈવે એટલે અમદાવાદ કચ્છ નેશનલ હાઈવે ને જોડતો હાઈવે છે જે માર્ગ પર સતત ખાડા નેશનલ હાઈવે ઓથોરિટીની પોલ ખુલે છે છાસવારે અકસ્માતોની ઘટના આ મુખ્ય માર્ગો પર થવાના બનાવો બનતા રહે છે પરિણામે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેવી ઘટના ફરી પ્રકાશમાં આવી છે જેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબી વાંકાનેર હાઇવે તરફના ત્રાજ પર ખારી વિસ્તાર તરીકે ઓળખાતા અને કુબેર ટોકીઝ થી જાણીતા નેશનલ હાઈવે પર સિરામિક ફેકટરીના કારખાનામાં વપરાતી માટી ભરીને ટ્રેક્ટર તે માર્ગ પરથી પસાર થતું હતું તે સમય દરમિયાન નેશનલ હાઈવે ના ખાડા ના કારણે ટેકટર ચાલકે સ્ટેરીંગ નું કાબુ ગુમાવી દેતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેથી સમગ્ર માટી ભરેલ ટ્રેકટર ના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો થતા જિલ્લા ટ્રાફિક કંટ્રોલને જાણ થયેલ જેથી જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કડવો કરાવી અને રોડ રસ્તા પર પડેલી માટીની ગુણીઓ બચચકીઓ રોડ પર વેરાઈ ગયેલ હોય તેને રોડ રસ્તા પર ખાડા પૂરવાની કામગીરી સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો સાથે ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા આ ખાડા પૂર્યા હતા જે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા નિષ્ક્રિયતાની નિશાની પ્રકાશમાં આવી છે ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને વિકાસની વાતો કરનાર નેતાઓ મોરબી પંથકના માર્ગોને મજબૂત કરે જેથી કોઈ મોટી દુર્ઘટના અકસ્માતની ઘટના મોરબીમાં અટકે તેવા પ્રયાસો કરે તેવી લાગણી અને માંગણી છે હાલ અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવું કરી ખાડા મા માટીના નાખીને માનવતાનું ઉદાહરણ ફરજની સાથે પૂર્ણ કર્યું છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button