GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીના સ્ત્રોત અને આસપાસ વિસ્તારની સફાઈ કરાઈ

TANKARA:ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીના સ્ત્રોત અને આસપાસ વિસ્તારની સફાઈ કરાઈ
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીનો હવાડો ટાંકો તેમજ તેની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નદી, તળાવ અને પાણીના અન્ય સ્ત્રોત સહિતના સ્થળોની સફાઈ કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લાના વિવિધ સ્થળોએ સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબીમાં ટંકારા તાલુકાના નાના રામપર ગામ ખાતે પાણીના સ્ત્રોત એવા ટાંકો, હવાડો તેમજ તેની આજુબાજુના વિસ્તારોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








