JETPURRAJKOT

જેતપુરના બાંગલા વિસ્તારમાં રામદેવપીર મંદિરે ભાગવત સપ્તાહમાં યોગીનગર વિસ્તારમાંથી ઠાકોરજીની જાન નું આગમન કરવામાં આવ્યું

તા.૧૮ માર્ચ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં રામામંડળ ગૃપ તથા ગોપી સત્સંગ મંડળ દ્વારા રામદેવપીર મંદિરે તા. ૧૧ માર્ચ થી ૧૮ માર્ચ દરમિયાન ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.

જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ બાંગલા વિસ્તારમાં રામદેવપીર મંદિરે ભાગવત સપ્તાહનું રામામંડળ ગૃપ તથા ગોપી સત્સંગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તા. ૧૭ ને શુક્રવાર ના રોજ ઠાકોરજી ના વિવાહ ધામધૂમથી યોજવામાં આવ્યા હતા, જેમાં શહેરના યોગીનગર વિસ્તારમાંથી ઠાકોરજીની જાન નું આગમન થયેલ હતું જેમાં શ્રી હંસાબેન ગિરધરભાઈ વઘાસીયા (બાટલાવારા), શ્રી દર્શનાબેન ગોપાલભાઈ વઘાસીયા (માહી બ્યુટીપાર્લર વારા) સહીત વઘાસીયા પરિવાર તેમજ યોગીનગર વિસ્તારમાં રહેતા તમામ બહેનો ના સાથ સહકારથી જાન જોડવામાં આવી હતી તેમજ શ્રી લક્ષ્મીબેન દિલીપભાઈ ગઢવી એ કન્યાદાન નો લાભ લીધેલ હતો બહોળી સંખ્યામાં લોકો ડીજે ના તાલે ઝૂમતા ઝૂમતા જાનમાં જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button