WAKANER:વાંકાનેર બાઇક અથડામણનો ખાર રાખી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કર્યો

વાંકાનેરના રામચોક બ્રાહ્મણની વાડી પાસે મોટર સાઈકલ ભટકાયેલ હોય તેનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને માર મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે
વાંકાનેરના દીવાનપરા અમિતભાઈ ભરતભાઈ સોલંકી એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે અમિતભાઈ અને શૈલેશભાઈ જયંતીભાઈ કોળીને છ સાત મહિના પહેલા સામ સામે મોટર સાઈકલ ભટકાયેલ તે વાતનો ખાર રાખી આરોપી શૈલેશભાઈ જયંતીભાઈ કોળી અને રાહુલભાઈ વિજયભાઈ ઉધરેજા એ અમિતભાઈ વાંકાનેરના રામ ચોક બ્રહ્માનની વાડી પાસે કામ કરતા હોય ત્યારે મોટર સાઈકલ લઈને આવીને અમિતને ગાળું આપતા અમિતભાઈ ગાળું દેવાની ણા પાડતા સારું નહિ લાગતા આરોપીઓએ ઝપાઝપી કરતા આરોપી શૈલેશભાઈ હ્થામાં કિચનમાં રહેલા ચાકાથી અમિતભાઈને ઈજા પહોચી રાહુલભાઈએ ઢીકા પાટુંનો માર મારી બંને આરોપીઓએ અમિતભાઈને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે