JETPURRAJKOT

તરઘડી ખાતે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા ૧૧ ફેબ્રુઆરીના રોજ લેવાશે

તા.૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૯ (શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-‘૨૪) માટે પ્રવેશ પરીક્ષા તા. ૧૧ ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે ૧૧ કલાકથી બપોરે ૨ કલાક સુધી જવાહર નવોદય સેન્ટરમાં લેવાશે. જેના પ્રવેશપત્ર https://navodaya.gov.in/nvs/en/Home1 પરથી ડાઉનલોડ કરી શકાશે. વધુ જાણકારી માટે જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ આચાર્યશ્રી જે. કે. ગોંડલીયાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button