RAJKOTRAJKOT CITY / TALUKO

વિજ્ઞાન જાથા એ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી

રાજકોટ :- ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે ગેમ ઝોનમાં મૃત્યુ પામેલાઓને ભાવપૂર્વ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમીપાર્ક માં  આવેલી દુકાનોના વેપારીઓએ બપોર સુધી બંધ રાખી મૃતકોના મોત માં શોક પાળવાનો નિર્ણય લીધો હતો. નિદોર્ષ નાગરિકોના મોત સંબંધી ઊંડો આધાત, શોકની લાગણી દર્શાવવામાં આવી હતી. બે મિનિટ મૌન પાળી કસુરવાનો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભવિષ્યમાં દુઃખદ બનાવોનું પુનરાવર્તન ન થાય તે સંબંધી સરકારને આવેદનપત્ર આપવાનું નક્કી થયું હતું.
જાથાના ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી ગેમ ઝોનના અંગ્નિકાંડમાં દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
સમિતિના વિનોદ રાય ભટ્ટ, વિજયભાઈ જોબનપુત્રા, પાર્થ ગોહેલ, વિનુભાઈ ઉપાધ્યાય, મજેઠીયા ભાઈ, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, જ્યોતિબેન પૂજારા, વાસંતીબેન ત્રિવેદી, હર્ષાબેન પંડ્યા, યોગિતાબેન જોબનપુત્રા, પૂફુલાબેન બોરીચા, ભદ્દાબેન ગોહેલ, કુસુમબેન ચૌહાણ, ભક્તિબેન, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવળીયા, દક્ષાબેન પાઠક, રહીશોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

[wptube id="1252022"]
Back to top button