JETPURRAJKOT

વીરપુર જલારામ પોલીસ સ્ટેશનની પીસીઆર વેન જી.આર.ડી કર્મચારી લઈને ફરતા હોવાના વીડીયા વાયરલ

તા.૩૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રોફ જમાવવા ગાડી લઈને નીકળી ગયા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું

વીરપુર થાણા અધિકારીએ જ ગાડી લઈને મોકલ્યો હોવાનું થાણા અધિકારીનું રટણ

સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર પોલીસ સ્ટેશનની પોલીસ પીસીઆર વેન જી.આર.ડી માં ફરજ બજાવતો શખ્સ રાત્રી દરમિયાન લઈને નીકળે અને લોકો સામે રોફ જમાવતો હોવાના વીડિયા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે

આ જીઆરડી જવાન જાણે વિરપુર પોલીસની પીસીઆર વેનનો ડાઈવર હોય તેમ અવારનવાર વિરપુર પોલીસની પીસીઆર વેન હકાવતો સ્થાનિક લોકોને નજરે આવે છે આ વાયરલ થયેલા વિડીયામાં કોઈપણ પોલીસ અધિકારી પીસીઆર વેનમાં ન હોય અને ખાલી જીઆરડી જવાન જ પીસીઆર વેન ચલાવતો હોય તેવું નજરે પડે છે ત્યારે કાયદાકીય રીતે કોઈપણ જીઆરડી જવાન પોલીસની પીસીઆર વેન ચલાવી શકે નહીં.

આ વાયરલ વીડિયો અંગે વીરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરાતા, પી.એસ.ઓ.પરવાનાબેને જણાવ્યું હતું કે, જી.આર.ડી. કે હોમગાર્ડના કર્મચારી પોલીસની પીસીઆર વેન લઈને એ પણ સાદા કપડાની અંદર ફરી શકે કે કેમ તે અંગે પૂછતા તેમને જણાવ્યું હતું કે, આવી રીતે કોઈ ન ફરી શકે તેવી વાત કહી છે. અંગે તમારે વધુ માહિતી જોતી હોય તો પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવીને માહિતી મેળવી શકો છો તેવો જવાબ આપી અને મીડિયા પ્રતિનિધિનો ફોન કટ કરી દેવામાં આવ્યો હતો.

આ અંગે જાણ કરાતા રાજકોટ રૂરલ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના કંટ્રોલ રૂમના જયંતીભાઈએ જણાવ્યું હતું કે, આ સમગ્ર બાબત ના વિડીયો અને થયેલી વાતચીત અંગેની બાબતો ઉપલા અધિકારીઓને મોકલી દેવામાં આવશે. પોલીસની પીસીઆર વેન લઈને આવી રીતે કોઈપણ વ્યક્તિ નીકળી જાય તો તેમના વિરુદ્ધ ગુનો બને કે નહીં તે અંગે પૂછતા તેમને પણ જણાવ્યું હતું કે આ પ્રકારે પીસીઆર વેન લઈ જઈ શકે નહિ, થાણા અધિકારીની મંજૂરી વગર આ પ્રકારે ગાડી લઈને કોઈપણ ન જઈ શકે ઉપરાંત વધુમાં પ્રશ્ન પૂછાતા પૂછવામાં આવ્યું હતું કે જો ડ્રાઇવરની ઘટ હોય તો પોલીસ સ્ટાફ સિવાય અન્ય વ્યક્તિને એ પણ સિવિલ ડ્રેસ ની અંદર રહેલા વ્યક્તિને ગાડી સોંપી દેવી એ બાબત યોગ્ય કહેવાય કે ન કહેવાય ત્યારે કંટ્રોલરૂમ ના કર્મચારીઓ જણાવ્યું હતું કે આ પ્રકારે થાણા અધિકારી પોતાની સત્તાની રૂએ કર્યું હોય તેવું કહી શકાય છે તેથી આ પ્રકારની બાબતને લઈને તેમના દ્વારા ઉચ્ચ અધિકારીને સમગ્ર બાબત મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

સમગ્ર બાબત બાદ વીરપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જે. પરમારે જણાવ્યું હતું કે, તેમને આ પીસીઆર પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા વ્યક્તિઓના મેડિકલ રિપોર્ટ કરવા માટે મોકલેલ હોવાનું જણાવ્યું હતું અને રિપોર્ટ કરાવવા માટે તેમને જ મોકલ્યા હોવાનું જણાવ્યું છે. આ બાબતે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મેડિકલ ટેસ્ટ કરવા માટેનું દવાખાનું વિરપુર શહેરના મુખ્ય માર્ગ પર આવેલું છે અને આ વાયરલ વીડિયોની અંદર જે જગ્યા દેખાય છે તે વિરપુર થી નવાગામ જવાના રસ્તા પરની રેલવે ફાટક પાસે હોવાનું સામે આવ્યું છે તેથી આ બંને જગ્યા વચ્ચેનો અંતર બે કિલોમીટર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે જેથી સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ કે જે સાદા ડ્રેસની અંદર પોલીસ કર્મચારી નથી છતાં પણ પોલીસની પીસીઆર વેન લઈને નીકળી જાય છે અને સીન સપાટા કરી લોકોને ડરાવે છે અને ધમકાવે છે જેમાં પોલીસની સંપૂર્ણ રજામંદી હોય તેવા પોલીસ પર સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

વીરપુર જી.આર.ડી માં ફરજ બજાવતી મહિલાઓએ પોતાના નામ વિગત ન જણાવાની સર તે જણાવ્યું હતું કે આ જીઆરડી જવાન તેમને અનેક રીતે હેરાન પરેશાન કરતો રહે છે ત્યારે હવે જોવાંનું એ રહ્યું કે જીઆરડી જયેશ ભટ્ટી જી.આર. ડી. સનદ નં.૧૧૦૫ પર રાજકોટ પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા કોઈ કાયદાકીય કાર્યવાહી કરશે કે નહિ તેવી લોકમુખે ચર્ચાઓ જાગી છે.

[wptube id="1252022"]
Back to top button