
તા.૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની છે. રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે એક પરપ્રાંતી શ્રમિકનું મોત નીપજયુ હતું . આ મામલે જેતલસર રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે આવી સાડીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકનું કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું. મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ જેતલસર રેલવે પોલીસે ઓળખ મેળવી લીધી હતી જેમાં યુવક સચિન વિમલકુમાર યાદવ ઉ.વ.23 ગત મોડી રાત્રિના સમયે રેલ્વે ટ્રેક પર ખુલ્લામાં શૌચ ક્રિયા માટે ગયેલ હોઈ ત્યારે અચાનક એના ટ્રેન હેઠળ કપાયેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી આ બનાવને પગલે સ્થાનિકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા જેતલસર રેલવે પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.









