નારણ ગોહિલ લાખણી

આજ રોજ બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકા ના વાસણા (વાતમ) ગામે શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના આંગણે દિક્ષાંત કાર્યક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો માં લાખણી તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ શ્રી.જે.કે.પઢાર સાહેબ,
તાલુકા શિક્ષણ સંઘ મહિલા પ્રમુખ શ્રીમતી કાજલબેન જોષી,
લાખણી તાલુકાના બી.આર.સી શ્રી.વિનયભાઈ જોષી સાહેબ, વાસણા(વાતમ) સેન્ટ્રલ શાળા ના સી.આર.સી શ્રી વિહાજી.રાજપૂત તથા આચાર્ય સાહેબ માણકી શ્રી.ધીરુભાઈ.પુરોહિત,
રૂપપુરા આચાર્ય શ્રી.એલ.સી.રાજપૂત તથા અન્ય મહાનુભાવો ની હાજરી માં દીપ પ્રાગટય કરીને મહેમાનો નું સ્વાગત શાળાની બાળા દ્વારા કંકુ ટીલક,સ્વાગત ગીતથી કરીને કાર્યક્રમ ની શરૂઆત પધારેલ મહાનુભાવો નું સ્વાગત સેન્ટ્રલ શાળા ના પરિવાર તથા વાસણા(વાતમ) શાળા ના આચાર્ય શ્રી.રમેશભાઈ, પ્રજ્ઞેશભાઈ,સમીરભાઈ, હિન્માશુંભાઈ,દશરતસિંહ, કિરણસિંહ,દુદાભાઈ તથા સ્ટાફ પરિવાર તથા બાળકો દ્વારા સાફો, સાલ,પુષ્પ ગુચ્છ દ્વારા વિવિધ બાળકોના વિદાય અનુરૂપ શાળા કક્ષા ના પોતાના જીવનની યાદગાર ક્ષણો તથા અન્ય બાળકો તેમના પ્રત્યુતર ઝાંખી સાથે વિદાય લેતા બાળકો ધોરણ ૮ ના ૨૦૨૪ માં
એકશલન્ટ ઓફ ધ યર વિજેતા
ગોહિલ મહેશકુમાર,
સાધુ તનુબેન,
તથા સુપર ઓફ યર
પરમાર નીરવકુમાર,
પરમાર અમરતકુમાર,
તથા સત્ર માં પ્રથમ આવનાર
રાજપૂત કેલમબેન,
ગોહિલ પૂજાબેન અને અન્ય બાળકો ને પ્રોત્સાહિત ઈનામ વિતરણ સાથે શિક્ષણ સંઘ વતી અને બી.આર.સી, શિક્ષકો વતી પાણી ની પરબ, પંખીઘર,બોલપેન,અન્ય ગિફ્ટ સાથે અન્ય દાતાઓ તરફથી પણ બાળકોને ગિફ્ટ વિતરણ માં બાળકો માં વિદાય ની આ પળો અસ્મિતા આંસુ વરસતાં સાથે તમામ શિક્ષકો ની આ સમય વિહોલ વિજયસિંહ ચંદનસિંહ ના શબ્દોમાં કહેવાય કે આ અંત નહિ પણ જીવન ની અમુક ક્ષણો પૂરી થઈ અને જીવન નો નવો તબક્કો શરૂ થયો









