
તા.૧૮/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રદુષણ ઘટાડવા અને પર્યાવરણ જાળવણી અર્થે ચોમાસાની ઋતુ દરમિયાન વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરવું આવશ્યક છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસરશ્રી ડો. સરોજબેન જેતપરીયાના નેતૃત્વ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેથી, ભવિષ્યમાં દર્દીઓને છાંયો મળી શકે. આ તકે સુપરવાઈઝરશ્રી ઘનશ્યામભાઈ પરમાર, લેબોરેટરી ટેકનીશીયનશ્રી પુનિતાબેન મહેતા, કમ્યુનીટી હેલ્થ ઓફિસરશ્રી, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરશ્રી, ફીમેલ હેલ્થ વર્કરશ્રી, આશાબહેનો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








