
તા.૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વતન પર બનેલી “અનંત અનાદિ વડનગર” ડોક્યુમેન્ટરી ફિલ્મ આજે રાત્રે રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવના નિવાસસ્થાને નિહાળી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા. તેઓએ આટકોટ ખાતે કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે મોડયુલર નવા ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરીને જંગી સભાને સંબોધન કર્યું હતું. ત્યારે બાદ તેઓ રાજકોટ મહાનગરના મેયરશ્રીના નિવાસસ્થાને પધાર્યા હતા.

દેશના પનોતા પુત્ર અને સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વતન એવા વડનગર પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ “અનંત અનાદિ વડનગર” તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મનું આજે રાત્રે નવ કલાકે ડિસ્કવરી ચેનલ પર પ્રસારણ થયું હતું.

આ તકે તેઓની સાથે રાજકોટના મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવ, રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી સુશ્રી ભાનુબહેન બાબરીયા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઇ મોકરિયા રાજકોટના ધારાસભ્યો સુશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી ઉદય કાનગડ તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશ દોશી જોડાયા હતા.








