JETPURRAJKOT

જેતપુરમાં કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો 

તા.૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાહદારીની નજર પડતાં જાણ થઈ:યુવકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોરબંદર નેશનલ હાઇવે નજીક આવેલ કેનાલમાં યુવકનો તરતો મૃતદેહ કોઈ સ્થાનિકના નજરે આવતા ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના નવાગઢ વિસ્તારમાં રહેતા યુવકની હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.

આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જેતપુર પાસે નીકળતી ભાદર એક કેનાલમાંથી યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ જેતપુરના નવાગઢમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ધર્મેશ નાથાલાલ કકેયા ઉ.વ 45 નું ની હોવાનું માલુમ પડ્યું હતું. મરણ જનાર યુવક પોતાના ઘરેથી વ્હેલી સવારે નીકળી ગયો હોઈ અને તે મોડે સુધી ઘરે પરત આવ્યો ન હતો.આ બાજુ યુવકની લાશને સ્થાનિકનાં નજરે આવતા જેતપુર પોલીસેને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પરિવારનો સંપર્ક કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ ચલાવી રહી છે.

[wptube id="1252022"]
Back to top button