DHORAJIRAJKOT

ધોરાજી આઈ.ટી.આઈ ખાતે ટેકનો-એકઝીબિશન ૨૦૨૩ યોજાયો

તા.૧૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આઈ.ટી.આઈ આચાર્ય શ્રી કે.વી. વાઘમશીના માર્ગદર્શન હેઠળ તા.૧૬ અને ૧૭ ફેબ્રુઆરીના રોજ ટેકનો-એકઝીબિશન-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓ દ્વારા ૫૦ થી વધુ પ્રોજેક્ટ્સ /મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ટેકનો-એકઝીબિશનનું ઉદ્ઘાટન ધોરાજી તાલુકાના પ્રાંત અધિકારી જે.એન.લીખીયા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ બહોળી સંખ્યામાં જાહેર જનતાએ આ એક્ઝિબિશન નો લાભ લીધો હતો. આ તકે સ્પોર્ટ્સ વિક-૨૦૨૩ના વિજેતાઓને સન્માનિત કરાયા હતા.

[wptube id="1252022"]
Back to top button