JETPURRAJKOT

જેતપુરમાં લેન્ડ ગ્રેબિગની અરજી મુદ્દે શિક્ષકા દેરાણીનો જેઠાણી પર હુમલો 

તા.૮ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

અગાઉ નણંદના ફ્લેટ પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો: પતિ સાથે ઝગડો થયાં બાદ પરિવારજનોને હેરાન કરવા શિક્ષિકા કાવાદાવા કરતી હોવાની ફરીયાદ

જેતપુરની કોટડીયા વાડી વિસ્તારમાં રહેતી જેઠાણીના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી શિક્ષિકા એવી દેરાણીએ લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ અંગે જેઠાણીએ દેરાણી વિરુદ્ધ સીટી પોલીસમાં લેખિત ફરીયાદ આપતાં પોલીસે દેરાણીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

જેતપુર શહેરની કોટડીયા વાડી વિસ્તારમાં રહેતાં પત્રકાર હિતેશભાઈ સાવલિયાના લઘુબંધુ પ્રકાશભાઈ ધર્મપત્ની માધવીબેન ઉર્ફે મિન્ટુબેન ભાનુશંકર વ્યાસે નણંદના ફ્લેટ પર ગેરકાયદેસર કબ્જો કરી લીધો હતો. તે અંગે તેણી સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે. આ અરજીનો ખાર રાખી માધવીબેન ગતરોજ હિતેશભાઈના ઘરે આવી તેણીની જેઠાણી ઉષાબેન પર ધોકા વડે હુમલો કરતા હિતેશભાઈએ પોલીસને બોલાવ્યા હતાં.

જેમાં માધવીબેને પોતાના માલસામાન પરત આપી દો તેવી માંગ કરી હતી જેથી પોલીસે તેણીના પતિને પોલીસે બોલાવ્યા હતાં. જેમાં પ્રકાશભાઈએ પોલીસને જણાવેલ કે તેમના લગ્ન આશરે બારેક વર્ષ થયાં ત્યારથી તે અલગ જ રહે છે. અને તેમનો ભાગ પણ તેમના પિતાએ આપી દીધેલ હોવાથી પૈતૃક સંપત્તિ પર તેમનો કોઈ હક્ક નથી. તેમને પત્ની સાથે થોડા સમય પેલા ઝઘડો થયો હોવાથી પત્ની પોતાના પરીવારજનોને હેરાન કરવા માટે કોઈને કોઈ તુક્કા કરે છે. અને પોતાની બેનના મકાન પર પણ ગેરકાયદેસર કબ્જો જમાવી લીધો હોવાનું જણાવેલ. વ્યવસાયે નવચેતન સ્કૂલમાં શિક્ષિકા એવા માધવીબેન જેઠાણી પર હુમલો કરીને તેણીને ઇજા પહોંચાડી શકે તો સ્કૂલમાં નાનાં ભૂલકાઓ સાથે શું નહિ કરતી હોય તેવો પ્રશ્ન ઉદભવ્યો.

આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ નવાગઢ માં જે મકાન આવેલું છે તે રાજકોટમાં રહેતાં જોશનાબેન નાં નામનું છે. તેનાં પર આ શિક્ષિકા એ કબજો કર્યો હતો. જેને કાયદાકીય રીતે કબજો ખાલી કરાવી દીધો છે. છેલ્લાં ઘણાં મહિનાઓથી આ શિક્ષિકા તેનાં પતિથી પણ અલગ રહે છે. તેનાં પરિવારજનોને હેરાન કરવા કાવાદાવા કરતી હોવાની ફરીયાદ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button