
તા.૧૯ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે દર માસે યોજાતા “સ્વાગત” કાર્યક્રમના સફળતાપૂર્વક ૨૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરમાં ‘‘સ્વાગત સપ્તાહ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અન્વયે રાજયભરમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્વાગત સપ્તાહની ઉજવણી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ૨૪ એપ્રિલે પ્રાંત કચેરીના સભાખંડમાં સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા વિકાસ અધિકારશ્રીના અધ્યક્ષ સ્થાને “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની સંબંધિત અરજદારશ્રીઓએ નોંધ લેવા મામલતદારશ્રી ગોંડલની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








