MORBI:નગરપાલિકા કચેરીમાં ભ્રષ્ટાચાર પ્રકરણમાં સુધારો નહીં આવે? મોરબી નગરપાલિકામાં લગ્ન નોંધણી વિભાગ કચેરીમાં કર્મચારી લાંચ લેતા ઝડપાયો

મોરબી નગરપાલિકાના કર્મચારીઓ લાંચ લેતા સંકજામાં આવી ગયા . હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે સાંભળીને તમે ચોંકી જશો.મોરબી નગરપાલિકા ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચારની ઝપટમાં આવી ચૂકી છે અને સમગ્ર તિજોરી ખાલી સુધીના સમાચારો અખબારોમાં બન્યા છે ત્યારે હમ નહીં સુધરેંગે.. ની માફક મોરબી પાલિકામાં કાર્ય પદ્ધતિ ની પ્રક્રિયા યથાવત રહી હોય તેમ નગરપાલિકા કચેરીમાં આવેલ લગન નોંધણી વિભાગ કચેરીમાં કર્મચારીએ લાંચની માંગણી કરી હોય તેના પરિણામે એસીબી ની ઝપટે મોરબી નગરપાલિકાનો કર્મચારી આવ્યો હોય એવી ઘટના પ્રકાશમાં આવી છે હાલ મંદી મોંઘવારીની સાથે દિવાળીના પૂર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં મોરબી નગરપાલિકાની કચેરીમાં લાંચ લેતા કર્મચારી જપટે ચડિયા છે તેની જાણવા મળતી વિગત એવી છે હાલ દિવાળીના તહેવારો માહોલ છવાઈ ગયો છે ત્યારે નગરપાલિકા કચેરી ખુલતા સવારે એસીબી ટીમે છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી લીધો હતો અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા એસીબી ટીમે લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


બનાવની સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકા કચેરીના લગ્ન નોંધણી વિભાગના અધિકારીએ લાંચની માંગ કરી હતી જે રકમ અરજદાર આપવા માંગતા ના હોય જેથી બાયડ એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું અને આજે લગ્ન નોંધણી વિભાગનો અધિકારી ૪૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધાનું સુત્રો જણાવી રહ્યા છે લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર ખાખીને એસીબી ટીમ સાથે લઇ ગઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે








