
તા. ૩ મે
વાત્સલ્યમ્ સમાચાર
સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારુ આયોજન અર્થે જિલ્લા કો-ઓર્ડિનેટરની નિમણૂક
આગામી તા. ૭ મે, રવિવારના રોજ યોજાનારી તલાટી કમ મંત્રીની સીધી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં કુલ ૨૧૬ કેન્દ્ર ખાતે લેવાનારી આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તેમજ યોગ્ય સંકલન થઇ શકે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા પરીક્ષા સમિતિ અધ્યક્ષશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ચીફ જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઝોન વાઈઝ ૪ નાયબ જિલ્લા કો-ઓર્ડિનેટર તેમજ ૨૪ નાયબ કો-ઓર્ડિનેટરની નિમણુંક કરવામાં આવી છે.
પરીક્ષાનું મુખ્ય કેન્દ્ર તેમજ સ્ટ્રોંગ રૂમ શ્રીમતી સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે – રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જયાં પરીક્ષા વિભાગ સાથે સંકલનમાં રહી તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની કામગીરી નાયબ જિલ્લા કો-ઓર્ડિનેટરના માર્ગદર્શન હેઠળ ૨૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે કરવામાં આવશે.