JETPURRAJKOT

ઝૂંપડામાં રહેતા લોકોને પણ નિ:શુલ્ક વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવતી રાજ્ય સરકાર

તા.૩૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લામાં ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ રૂા. ૯૧.૧૫ લાખના ખર્ચે નિ:શુલ્ક નવા ૨૦૪૫ કનેક્શન અપાયા

રાજ્ય સરકાર દ્વારા રાજયના નાગરિકોને વીજળીની જરૂરિયાત પુરી પાડવાના આશયથી અમલી બનાવાયેલી પી.જી.વી.સી.એલ.ની ‘‘ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના’’ અંતર્ગત રૂ. ૯૧.૧૫ લાખના ખર્ચે નવા ૨૦૪૫ કુટુંબોને નિ:શુલ્ક વીજજોડાણ આપવામાં આવ્યા છે.

રાજ્યના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ કુટુંબો માટે સીંગલ પોઇન્ટ વપરાશના વીજજોડાણ વિનામૂલ્યે આપવાના હેતુસર ઝૂંપડા વીજળીકરણ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગની વેબ સાઈટ ઉપરના કોમન લીસ્ટ ઉપર ઉપલબ્ધ તમામ જાતિના બી.પી.એલ(ગરીબી રેખા) હેઠળના લાભાર્થીઓ તથા તે ઉપરાંત ગરીબ કુટુંબો કે જેમની વાર્ષિક આવક શહેર ખાતે રૂા. ૧,૬૦,૦૦૦ અને ગ્રામ્ય કક્ષાએ રૂા. ૧,૨૦,૦૦૦ કરતાં ઓછી હોય તેવા લાભાર્થીઓ તથા સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલ પાકા આવાસોમાં રહેતા બી.પી.એલ. કુટુંબોને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી વિજ કનેક્શન આપવામાં આવે છે, તેમ પી.જી.વી.સી.એલ. રાજકોટ વિભાગીય કચેરીની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button