JETPURRAJKOT

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘‘વિશ્વ કેન્સર દિવસ’’ નિમિતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે

તા.૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST), ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ કાર્યરત રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે આગામી તા. ૪થી ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ‘‘વિશ્વ કેન્સર દિવસ’’ નિમિતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તર પર જાગરુકતા ફેલાવવા માટે કાર્યરત સંસ્થા “યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ” દ્વારા ૨૦૨૩માં કેન્સર દિવસની થીમ “ક્લોઝ ધ ફેર ગેપ” રાખવામાં આવેલ છે.

આ સંદર્ભે આગામી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે વિશ્વ કેન્સર દિવસ પર રાજકોટ કેન્સર સોસાયટીના ઓન્કોલોજિસ્ટ ડો. નિશાંત માધાણી તથા કુંડારિયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશનમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત ડો. રાધિકા જાવીયાનાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાગ લેવા મુલાકાતીઓએ http://bit.ly/3WG6aWt લિન્ક પર તેમજ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે ૦૨૮૧-૨૯૯૨૦૨૫ પર સંપર્ક કરવાનો રહેશે, તેમ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button