
તા.૧૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત સરકારશ્રીના સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાજકોટ ખાતે અપંગ બાળગૃહ કાર્યરત છે. આ સંસ્થા ખાતે અસ્થિ વિષયક ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૦૭ થી ૧૮ વર્ષ સુધીના બાળકોને અભ્યાસના હેતુ સબબ પ્રવેશ આપવામાં આવે છે. જેમા સરકારશ્રી તરફથી વિનામુલ્યે રહેણાકિય, ભોજન, સારવાર, અભ્યાસ, તાલીમ સહિતની સુવિધા તથા તેના પુન:સ્થાપનની કામગીરી કરવામા આવે છે.

આ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા ૦૭ થી ૧૮ વર્ષના બાળકોના વાલીશ્રીઓએ અધિક્ષક અપંગ બાળગૃહ, ગોંડલ રોડ, ન્યાલભક્ત આશ્રમ સામે, સરદારગઢ હાઉસ ખાતે ઓફિસ સમય દરમિયાન જાહેર રજા સિવાયના દિવસોમાં સંપર્ક સાધવાનો રહેશે તેમ રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.
[wptube id="1252022"]








