JETPURRAJKOT

જી – ૨૦ અન્વયે આર.બી.આઇ. દ્વારા વિદ્યાર્થીઓ માટે નાણાંકીય સાક્ષરતા ક્વીઝ યોજાઈ

તા.૧/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

પ્રથમ, બીજા, તૃતિય સ્થાને આવનારને અનુક્રમે રૂા. ૧૦૦૦૦, ૭૫૦૦, ૫૦૦૦ ઈનામો એનાયત થયા

જી ૨૦ અન્વયે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સહયોગથી તથા સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર અને જીલ્લા પ્રોજેક્ટ કચેરી-રાજકોટ દ્વારા સરકારી માધ્યમિક અને પ્રાથમિક શાળાઓના બાળકો માટે નાણાંકીય સાક્ષરતા ક્વીઝ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ ૩ સ્થાને આવનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાને આવેલ ટીમ માટે જીલ્લા કક્ષાની સ્પર્ધા જિલ્લા પ્રોજકેટ કો-ઓર્ડિનેટર શ્રી બી.એસ.કૈલાના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી. જેમાં રાજકોટ જીલ્લાની ગવર્નમેન્ટ સેકન્ડરી સ્કૂલ – કંઘેવાળીયા, શ્રી કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ – કુવાડવા, મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ- ગોંડલ, શ્રી સરદાર પટેલ પ્રાઈમરી સ્કૂલ – મેટોડા, મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય – ભાયાવદર, ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ – ધોરાજી, શ્રી એકનાથ રાનડે વિદ્યાલય – રાજકોટ મહાનગરપાલિકા, ઈંદિરાનગર પ્રાઈમરી સ્કૂલ – જામકંડોરણા, અનિડા વાછરા તાલુકા સ્કૂલ શાળા વગેરેએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં શાળા દીઠ ૨ બાળકો અને ૧ શિક્ષક ઉપસ્થિત રહયા હતા. જિલ્લામાં પ્રથમ ક્રમે શ્રી સરદાર પટેલ પ્રાઈમરી સ્કૂલ તા. લોઘિકા, બીજા ક્રમે શ્રી એકનાથ રાનડે વિદ્યાલય – RMC અને ત્રીજા ક્રમે મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ, તા. ગોંડલ આવી હતી. વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં એડીશનલ જિલ્લા પ્રોજકેટ કો-ઓર્ડિનેટર શ્રી સોનલબેન દવે, બી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરતકુમાર મધુડા, રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના પ્રતિનિઘિશ્રી શશી ચૌધરી અને શ્રી નરેન્દ્રસિંહ સોલંકી (SBI) ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button