BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાએ ખાણ- ખનીજ ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ સંદર્ભે બેઠક યોજી

ખાણઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોમાં મતદાન જાગૃતિ લાવવા અને પેઇડ લીવ સાથે મતદાન બૂથ સુધી પહોંચાડવા જરૂરી વાહન વ્યવસ્થા કરવા કલેકટરશ્રીનો અનુરોધ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા-02 મે : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભુજ ખાતે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાએ ખાણ-ખનીજ ઉદ્યોગકારો સાથે મતદાન જાગૃતિ સંદર્ભે બેઠક યોજી હતી.આજરોજ મળેલી બેઠકમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે કચ્છમાં મતદાન જાગૃતિ માટે સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અપીલ કરાઇ હતી. જેમાં ખાસ કરીને ખાણમાં કામ કરતા કામદારો અચૂક મતદાન કરે તે માટે વિસ્તૃત સમજણ આપવા અને મતદાન જાગૃતિ પ્રવૃતિ કરવા જણાવાયું હતું. કામદારોને તા. ૭ મેના મતદાનના દિવસે પેઇડ લીવ આપીને મતદાન બૂથ સુધી પહોંચાડવા જરૂરી વાહન વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત કામદારોને મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર પ્રોત્સાહિત કરવા સહિતની સમજણ કામદારોને આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. બેઠકમાં ઉદ્યોગકારોએ મતદાન જાગૃતિ અંગે કરેલી પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી.આ પ્રસંગે TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે.પ્રજાપતિ, ભૂસ્તરશાસ્ત્રીશ્રી ડી.એસ. બારીયા, SVEEP નોડલ અધિકારીશ્રી બી.એમ.વાઘેલા, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકલન મદદનીશ નોડલ શ્રી જી.જી.નાકર, શ્રી શિવુભા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button