
તા.૨૦ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રીએ પૂર્ણ થયેલ કામોની ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિંગ કરવા તાકીદ કરી
જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના સર્વે તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તેમજ અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને આયોજન મંડળ હેઠળના કામો સમયસર પૂર્ણ કરવા અને પૂર્ણ થયેલ કામોની તાત્કાલિક ઓનલાઈન એન્ટ્રી તથા જીઓ ટેગિગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં કલેકટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ દરેક તાલુકાના કામોની સમીક્ષા કરી પૂર્ણ થયેલ કામોની તત્કાલ એન્ટ્રી કરી અને પેન્ડન્સી ઘટાડવા વિશે અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ આયોજન થયેલ કામોની પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરી વહેલી તકે કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ જસદણ, ગોંડલ, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી તેમજ સર્વે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તેમજ જાહેર આરોગ્ય અને બાંધકામ સમિતિ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








