
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઇસરી પોલીસે કારમાંથી શરાબની 46 બોટલ સાથે બુટલેગર ને દબોચ્યો, LCBએ શામળપુર નજીક ઇકો કારમાંથી 59 બોટલ ઝડપી

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ઇસરી પોલીસે બ્રાહ્મણકોટડા ગામ નજીક મારુતિ કારમાંથી રૂ.25800ના જથ્થા સાથે અમદાવાદ ઓઢવના ભંવરસિંહ જીવનસિંહ રાજપૂતને દબોચી લીધો હતો જિલ્લા એલસીબી પોલીસ શામળાજી નજીક શામળાપુર ગામ નજીક ઇકો કારમાંથી રૂ.29100નો જથ્થો જપ્ત કરી ફરાર ત્રણ બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઈસરી પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા દારૂ ભરેલી મારુતિ કાર બ્રાહ્મણકોટડા થી મેઘરજ જવાની બાતમી મળતા બ્રાહ્મણકોટડા નજીક નાકાબંધી કરી બાતમી આધારિત કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-46 કીં.રૂ25800 અને મારુતિ મળી કુલ રૂ.50800/- ના મુદ્દામાલ સાથે અમદાવાદના ઓઢવ વિસ્તારની ન્યુ ઉમાનગર રામરાજ્ય સોસાયટીમાં રહેતા બુટલેગરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવતા શામળાજી આશ્રમ ચોકડી નજીક બાતમીના આધારે દારૂ ભરેલી ઇકો કારમાંથી રૂ.29100/. સહીત રૂ.3.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ઇકો કાર ચાલક સહીત ત્રણ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા








