MORBI:મોરબી જીલ્લા રેકર્ડ શાખામાં બિનજરૂરી વીજળીનો વ્યય થતો હોવાથી:કોંગ્રેસ પ્રમુખે નિરીક્ષકને રજૂઆત કરી

MORBI:મોરબી જીલ્લા રેકર્ડ શાખામાં બિનજરૂરી વીજળીનો વ્યય થતો હોવાથી:કોંગ્રેસ પ્રમુખે નિરીક્ષકને રજૂઆત કરી
મોરબી જીલ્લામાં આવેલ રેકર્ડ શાખામાં બિનજરૂરી લાઈટ પંખા ચાલુ રાખી વીજળીનો વ્યય કરવામાં આવી રહ્યો હોય જે મામલે કોંગ્રેસ પ્રમુખે જીલ્લા નિરીક્ષકને રજૂઆત કરી છે
જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા નિરીક્ષક મોરબીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી જીલ્લા રેકર્ડ શાખામાં અંદાજીત ૧૫ થી ૨૦ પંખા અને લાઈટો આવેલ છે જે ઓફીસ ચાલુ થયાના સમયથી બંધ થાય ત્યાં સુધી સતત ચાલુ રાખવામાં આવે છે રેકર્ડ શાખાની બહાર અરજદાર માટે એકપણ પંખાની વ્યવસ્થા કરવામાં આવી નથી આવી અસહનીય ગરમીના કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે દરેક કચેરીઓના લાઈટ બીલની રકમ પ્રજાના ટેક્સમાંથી ચુકવવામાં આવે છે તેમજ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જમીન શાખાના રેકર્ડ જેવા કે ટિપ્પણ, માપણી સીટ અરજદારોએ અરજી કર્યાના ૧૦ થી ૧૫ દિવસ બાદ આપવામાં આવે છે પરંતુ કચેરીના અમુક કર્મચારીઓ પોતાના અંગત અરજદારો અને સર્વેયરને અરજી કર્યાના સમયથી એક-બે દિવસમાં આધાર પુરાવા પુરા પાદ્વામાવે છે જેથી તટસ્થ તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે તેમજ રેકર્ડ શાખાની બહાર ૨ પંખા નાખી આપવા અને બિનજરૂરી લાઈટ અને પંખા બંધ રાખવા માંગ કરી છે