
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ સ્વચ્છ-સુઘડ બનાવાશેઃ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ દૂર કરાશે
Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સફાઈ ઝુંબેશના શ્રીગણેશ થઈ ગયા છે. જે અંતર્ગત શહેરને “ગાર્બેજ ફ્રી સિટી” બનાવવાના ઉદ્દેશ્ય સાથે જેતપુર અને ગોંડલ નગરપાલિકામાં હાલ વ્યાપક સફાઈ અભિયાન ચાલી રહયુ છે.

સૌરાષ્ટ્ર ઝોનની નગરપાલિકાઓઓમાં સઘન સ્વચ્છતા માટે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરશ્રી ધીમંત વ્યાસના માર્ગદર્શનમાં ગોંડલમાં ગઈ કાલે શહેરના વિવિધ રાજમાર્ગો પર જનભાગીદારી સાથે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં નગરપાલિકાના સ્ટાફ ઉપરાંત સ્થાનિક ધાર્મિક-સામાજિક સંસ્થાઓ, પદાધિકારીઓ વગેરે ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને શહેરના એન્ટ્રી પોઈન્ટ, અંડર બ્રિજમાં સઘન સફાઈ કરીને જંતુનાશક પાવડરનો છંટકાવ કરાયો હતો. જ્યારે શહેરના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટને નાબૂદ કરવાનું પણ આયોજન કરાયું છે.

જિલ્લાના જેતપુર નગરપાલિકા વિસ્તારમાં પણ સઘન સફાઈ ઝુંબેશ થઈ હતી. જેમાં શહેરના વિવિધ માર્ગો ઉપરાંત દેરડી રોડ તેમજ આવાસ યોજનામાં સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં સ્થાનિક નાગરિકો પણ ઉત્સાહથી જોડાયા હતા.








