Rajkot: ખેડૂતોને SRR યોજના હેઠળ રાહત દરેથી મગફળી દિવેલા,સોયાબીન અને તલના બિયારણ મળશે
તા.૩૦/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેડુતોને વિવિધ પાકોનું ગુણવત્તાયુકત બિયારણ મળી રહે, વધુ ઉત્પાદન આપતી નવી જાતોનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની યોજનાને અંતર્ગત વિવિધ ખેતી પાકોની વધુ ઉત્પાદન આપતી ૧૫ વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટીફાઇડ જાતોના બિયારણનું વિતરણ સહાય દરે કરાશે.
આ યોજના અંતર્ગત ખેડૂતોને સબસિડીની રકમ બાદ કર્યા પછીની કિંમતે મગફળી, દિવેલા, સોયાબીન અને તલનું બિયારણ ઉપલબ્ધ થશે. બિયારણની કિંમતના ૫૦% પ્રતિ કિગ્રા ના દરે આ મુજબના બિયારણો મળશે.
૧. મગફળી (ડોડવા) (જાત: GJG-32, GJG-22,GJG-34, GJG-9 વગેરે) વધુમાં વધુ રૂ.૪૦/કિગ્રા, બિયારણ દર/હે,- ૧૫૦ કિગ્રા
૨.દિવેલા (જાત:GCH-8, GCH-9) વધુમાં વધુ રૂ.૮૦/કિગ્રા, બિયારણ દર/હે.- ૫ કિગ્રા
૩. સોયાબીન (જાત:JS 2094,JS 2098, NRC-127).વધુમાં વધુ રૂ.૪૦/ફિગ્રા. બિયારણ દર/હે.- ૫૦ કિગ્રા
૪. તલ (જાત:GJT-5,GUJ TIL 6). વધુમાં વધુ રૂ.૮૦/કિગ્રા, બિયારણ દર/હે.-૨.૫ કિગ્રા
ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુજકોમાસોલ, કે નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે. વધુ વિગત માટે ખેડૂતો ગ્રામસેવક અથવા તાલુકાની વિસ્તરણ અધિકારી(ખેતી)ની કચેરીનો સંપર્ક કરી શકશે, તેમ રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.