નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા દ્વારા દેડિયાપાડાના કાલબી ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા દ્વારા દેડિયાપાડાના કાલબી ગામે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – 01/03/2024- આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હાલમાં નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શ હેઠળ EVM નિદર્શન જાગૃતિ અભિયાન જિલ્લામાં ચાલી રહ્યું છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય, નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર-નર્મદા દ્વારા પણ મતદાન જાગૃતિ અંગેનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા વહિવટી તંત્રના સહયોગથી નેહરૂ યુવાકેન્દ્ર દ્વારા દેડિયાપાડા તાલુકાના કાલબી ગામે ગામલોકો સાથે સંવાદ યોજી મતદાનનું મહત્વ અને પોતાનો મત આપવાનો અધિકાર શું છે, તે બાબતે નેહરૂ યુવા કેન્દ્ર નર્મદાના સ્વયંસેવક કિન્નુબેન વસાવા દ્વારા માર્ગદર્શન પુરૂં પડાયું હતું. સાથે સૌ નાગરિકો અને યુવક મંડળના સભ્યોને અચૂક મતદાન કરવાના શપથ પણ લેવડાવ્યા હતા. નેહરૂ યુવા કેન્દ્ર- નર્મદાના કાર્યક્રમ સુપરવાઇઝરશ્રી ચંદ્રકાંત બક્ષીના માર્ગદર્શનમાં આ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.