ખાનગી શાળાના શિક્ષકે સાતમાં ધોરણની વિદ્યાર્થિની સાથે અડપલા કર્યાનો આક્ષેપ

રાજકોટની ખાનગી સ્કૂલમાં ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થિની સાથે શિક્ષકે અડપલાં કર્યાનો આક્ષેપ થયો છે.. આ મામલે પરિવારજનોએ આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શિક્ષક દ્વારા કરાયેલા અડપલાને લઈને વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સીસીટીવ ફૂટેજ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ. પરિવારજનો આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા તે દરમિયાન આમને સામને બોલાચાલી થઈ હતી.. આચાર્ય દ્વારા પરિવારજનોને સપોર્ટ કરવાના બદલે પરિવારનો જ ઉધડો લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રંગાલી રાજકોટમાં ખાનગી શાળામાં ભણતી વિદ્યાર્થિની સાથે ગુરૂ ગણાતા શિક્ષકે જ હેવાન બનીને શારિરીક અડપલા કર્યા હોવાનો આક્ષેપ થયો છે શિક્ષક દ્વારા કરાયેલા અડપલાને લઈને વિદ્યાર્થિનીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સીસીટીવ ફૂટેજ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.









