
તા.૩૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૫ ઈંટોના ભઠ્ઠા, ૮ જેટલા મકાન – ઝૂંપડા દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાઈ
રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ તાલુકાના મોટા મવા ગામમાં ૧૨ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઉપર થયેલું દબાણ રાજકોટ તાલુકાના મામલતદારશ્રી તથા તેની ટીમ દ્વારા દૂર કરાયું છે.
મોટા મવા ગામના સરકારી સર્વે નં.૧૮૦ પૈકી, ફાઇનલ પ્લોટ નં. ૬૨/૯ નું દબાણ દૂર થયું તે ૧૨૦૦૦ ચો.મી. જેટલી જગ્યા કે જેની બજાર કિંમત અંદાજિત ૧૨૦ કરોડ રૂપિયા થાય છે તે જમીન હવે ખુલ્લી થઈ છે.
આ સરકારી જમીન ઉપર ૫ જેટલા ઈંટોના ભઠ્ઠા અને ૮ જેટલા નાના મોટા મકાન – ઝૂંપડાનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
આ કામગીરી માટે મામતદારશ્રી કે.કે.કરમટા, સર્કલ ઓફિસર સંજય કથીરીયા, તલાટીશ્રી કલ્પનાબેન ગોર અને પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ હતી.