RAJKOTUPLETA

કોટડાસાંગાણી, લોધીકા તાલુકા ની તમામ આંગણવાડી ના બાળકો ને વોટર બોટલો આપતા ગ્રામ સ્વરાજ મંડળ ના પ્રમુખ

૯ જુન વાત્સલ્યમ સમાચાર
નિલેશ સોલંકી


રાજકોટ જિલ્લા ના કોટડા સાંગાણી અને લોધીકા ઘટકના આંગણવાડી પ્રવેશોત્સવ ૨૦૨૩ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ પામતા તમામ બાળકોને ગ્રામ સ્વરાજ મંડળ ના પ્રમુખશ્રી ધીરુભાઈ ધાબલિયા દ્વારા આંગણવાડી પ્રવેશ માટે બાળકોને ઉત્સાહ રહે તે હેતુસર ૩ વર્ષ પૂર્ણ કરેલ આંગણવાડી માં પ્રવેશ પાત્ર કોટડા સાંગાણી અને લોધિકા આંગણવાડી માં પ્રવેશ પામત બાળકો માટે બાળ વિકાસ યોજના અધિકારી શ્રી પૂજાબેન જોશી ના સંનિષ્ઠ પ્રયાસ થી ગ્રામ સ્વરાજ મંડળના પ્રમુખશ્રી ધીરુભાઈ ધાબલીયા દ્વારા નતેઓએ બાળકો માટે વોટર બોટલનું દાન કરેલ છે સાથે શાપર વેરાવળ ક્લસ્ટર ના બાલવાટિકા અને ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકો ને પણ વોટર બોટલ લાભ અપાવેલ છે

કોટડા સાંગાણી તાલુકા માં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી,અરવિંદભાઈ સિંધવ તાલુકા વિકાસ અધિકારી શ્રી રોનકભાઈ ઠોરિય અને સીડીઓઓશ્રી પૂજાબેન જોશી ના હસ્તે વિતરણ કરાયેલ જ્યારે લોધિકા ઘટક માં તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન રાઠોડ, ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા અને લોધીકાના સરપંચશ્રીસુધાબેન અને ઉપસરપંચ દિલીપભાઈ મારકણા હસ્તે વિતરણ કરવામાં આવેલ બંને ઘટક અને વેરાવળ ક્લસ્ટરમાં કુલ મળીને ૯૪૮ મોટર બોટલનું વિતરણ કરવામાં આવેલ છે

[wptube id="1252022"]
Back to top button