JETPURRAJKOT

‘વિશ્વ યોગ દિવસ’’ નિમિત્તે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાયેલી પ્રભાત ફેરી

તા.૨૦ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શાળાના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક વાતાવરણમાં ઉત્સાહભેર યોગાસનનો લાભ લીધો

રાજકોટ જિલ્લામાં નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે ઠેર-ઠેર તાલીમ, શિબિર અને રેલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લના તમામ તાલુકાઓના ગામોમાં વ્હેલી સવારે સરકારી શાળાના વિદ્યાર્થીઓએ યોગના સૂત્રો સાથે પ્રભાત ફેરીમાં જોડાઈને યોગ અંગે જનજાગૃતિ ફેલાવી હતી.

વધુમાં, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવનાર છે. ત્યારે ગોંડલમાં અક્ષરમંદિર ખાતે વિદ્યાર્થીઓએ મંદિરના કેમ્પસમાં પ્રાકૃતિક વાતાવરણમાં ઉત્સાહભેર યોગાસનનો લાભ લીધો હતો. તેમજ વિદ્યાર્થીઓએ લોકોને તા. ૨૧ જૂન – ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીમાં જોડાવવા આહ્વાન કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button