
તા.૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેર કમિશ્નરેટ વિસ્તારમાં પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવે રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, કે પેરાગ્લાઇડર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલક વ્યાવસાયિકો માટે નિયંત્રણ મુકતા હુકમો જારી કર્યા છે.

જે મુજબ સંચાલકો કે માલિકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધીત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની પૂર્વમંજુરી લેવાની રહેશે. આ આદેશોનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં ૩૦/૦૬/૨૦૨૩ સુધી કરવાનો રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં.








