RAJKOT

વિઠ્ઠલભાઈ રાદડિયાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે 70 થી વધુ જગ્યાએ અપાશે અનોખી શ્રદ્ધાંજલિ.

૨૭ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર.
નિલેશ સોલંકી ઉપલેટા

લોખંડી ખેડુત નેતા એવા વિઠલભાઈ રાદડીયા સાહેબની ચતુર્થ વાર્ષીક પુણ્યતિથી નિમિતે આગામી તા.૨૯/૭/૨૩ ના રોજ ફક્ત સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમા પણ સૌ સામાજીક સંસ્થાઓ તેમજ શુભચિંતકો,યુવાન મિત્રો તેમજ વડીલો દ્વારા પૂ.રાદડીયા સાહેબના વ્યક્તિત્વને શોભે તેવા સેવાકાર્યોની જ્યોત જલાવીને મહા રક્તદાન કેમ્પ,સર્વરોગ નિદાન કેમ્પ,આયુર્વેદીક નિદાન કેમ્પ,ફ્રુટ વિતરણ,બાળકોને તેમજ વૃધ્ધોને ભોજન પ્રસાદ,સ્કુલના બાળકોને સ્ટેશનરી તેમજ ચોપડા વિતરણ,ગાયોને નીરણદાન જેવા સેવાકાર્યો કરીને પૂ.સાહેબની તીથી ઉજવવામા આવનાર છે .

આવો આપણે સૌ આગામી તા.૨૯/૭/૨૩ ના રોજ નીચે મુજબના સ્થળોએ યોજાનાર સેવાયજ્ઞમા જોડાઈને લોખંડી ખેડુત નેતા આદરણીય વિઠલભાઈ રાદડીયા સાહેબને ખરા અર્થમા સૌ સાથે મળીને પુષ્પાંજલી અર્પણ કરીએ.

યોજાના કાર્યક્રમોના સ્થળો જામકંડોરણા મહારક્તદાન કેમ્પ તેમજ નિદાન કેમ્પ જામકંડોરણા તાલુકાના કાનાવડાળા બોરીયા પીપરડી મેઘાવડ જસાપર બેલડા ચાવંડી ગામોમાં યોજાશે સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ રાજકોટ શહેરમાં પણ પાચ સ્થળો પર જેતપુર શહેરમાં આઠ થી વધુ સ્થળો પર જુદા જુદા કાર્યક્રમો યોજાશે વડાલ જસદણ ઠેબા સાયલા વિસાવદર વિછીયા ભુજ સુરત મેંદરડા અરડોઈ ભુવનેશ્વર ઓડીસા ઇન્દોર સરદારપુર વડીયા અમરેલી કાગવડ દ્વારકા ભરૂચ ધોરાજી કાલાવડ ભાયાવદર વડોદરા મોટા લોધિકા જુનાગઢ કેશોદ મોરબી મીતાણા પ્રભુનગર વીરપુર ઈડર ઉપલેટા ભાવનગર અમદાવાદ મોરબી ગોંડલ રાણપુર ભેસાણ બોરવાવ ખામટા જામનગર ગાંધીનગર રાજુલા પાટણ આ સ્થળો પર યોજાશે જુદા જુદા સેવાકીય કાર્યક્રમો

પ્રથમ ખેડૂત નેતા એવા હશે કે જેમને દરેક સમાજના લોકો 70 થી વધુ જગ્યાએ અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button