RAJKOT
ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થતાં ૨૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાયા, હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
તા.૧૯/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ગુણવત્તા નિયમન પેટા વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર – ૧૫૨ મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી ૭૨.૫૪ મી. એ ભરાઈને ઓવરફ્લો થતાં ડેમનાં ૨૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૫૦૩૦૧ કયુસેકના પ્રવાહની આવક સામે ૫૦૩૦૧ કયુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળિયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








