RAJKOTVINCHCHHIYA

વિંછીયાના રૂપાવટી ખાતે નવા સી.સી. રોડનું ખાતમુહુર્ત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વીંછિયા તાલુકાના રૂપાવટી ગામ ખાતે પીપરડી ચોકડીથી રૂપાવટી ગામને જોડતા નવા સી. સી. રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે રૂ. ૪૫ લાખના ખર્ચે ૫૧૦ મીટર લાંબો અને ૫. ૫ મીટર પહોળો સિમેન્ટ કોંક્રિટનો આ સુવિધા માર્ગ બહુ જલ્દી તૈયાર થઈ જશે. ગ્રામ્ય કક્ષાએ પાણી, રસ્તાઓ તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખૂબ ઝડપથી કાર્ય કરવામાં આવી રહ્યું છે. નવા ગ્રામ પંચાયત ભવનનું બાંધકામ પ્રગતિમાં છે. તાલુકામાં આઇ. ટી.આઇ. પણ નિર્માણાધીન છે. બાકી રહી જતા વિસ્તારોમાં સૌની યોજનાની લીંક પહોંચે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જળસંચય માટે લગભગ ૪૦ ગામોના તળાવ ઊંડા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સિંચાઈનુ પાણી પૂરૂ પાડીને તેમજ સારા ટેકાના ભાવો દ્વારા સરકાર ખેડૂતોને મજબૂત કરી લાભ પહોંચાડી રહી છે.

કાર્યક્રમ પૂર્વે મંત્રીશ્રીએ ગામ નજીક આવેલ ચેકડેમની મુલાકાત લઈ જર્જરીત ચેકડેમના રીપેરીંગ અને સંભવિત નવા ચેકડેમ માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અગ્રણીશ્રી અશ્વિનભાઈ સાંકળિયાના પ્રાસંગિક ઉદબોધન બાદ મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઈ જોગરાજિયા, સહકારી મંડળીના પ્રમુખશ્રી, રુપાવટી ગામના સરપંચશ્રી રસિકભાઈ મેરજા, અન્ય સરપંચશ્રીઓ, પક્ષના પદાધિકારીઓ, ગામના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button