
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રકૃતિ, સંસ્કૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચતા ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત તેજસ્વિની સંસ્કૃતિ ધામના સંસ્થાપક બ્રહ્મવાદિની હેતલ દીદીના સાનિધ્યમાં ત્રી દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ ૧૭ થી ૧૯ મે-૨૦૨૪ ના રોજ વાસુરણા ખાતે આવેલ તેજસ્વિની સંસ્કૃતિ ધામમાં આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાપક બ્રહ્મવાદિની હેતલ દીદીના માર્ગદર્શન હેઠળ વિધ્યાર્થીઓને સેવા, સત્સંગ, સંસ્કાર, રીત-રીવાજ, રમત, રસમ, ગરબા, ગપ-સપ, ગીતમય યોગ, સૂર્યનમસ્કાર, વાણી, વર્તનને લગતી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી.
કેમ્પમાં આચાર્ય શ્રી કેતન દાદા, નિમીષા દીદી, ધનસુખભાઇ, કરણભાઇ, પરેશભાઇ, હેતલબેન, સુધાબા તેમજ હરીભાઇએ વિધ્યાર્થીઓને જુદી-જુદી પ્રવૃતિઓ કરાવી હતી.
[wptube id="1252022"]