
એક બાજુ તુર્કી અને સિરિયામાં શક્તિશાળી ભૂકંપે તબાહી મચાવી દીધી છે ત્યારે બીજી ગુજરાતમાં પણ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જેના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજકોટમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયો છે. રિક્ટલ સ્કેલ ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ છે જેના પગલે લોકો લોકો જીવ બચાવવા ઘરનો બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપના પગલે લખાય છે ત્યાં સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં લગભગ બપોરે 3.20 વાગ્યાની આસપાસ ભૂકંપનો આચંકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 આંકવામાં આવી છે. ભૂંકપનું એપીસેન્ટર રાજકોટથી 270 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જોકે, હજી સુધી જાનહાનિના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.

[wptube id="1252022"]





