RAJKOT

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના જામકંડોરણા પો.સ્ટે. વિસ્તારમા બનેલ વણશોધાયેલ ખુનના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય,

તા. ૯ એપ્રિલ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

તા.૨૬/૦૩/૨૦૨૩ ના અજાણ્યા પુરૂષની લાશ ભાદર નદીમાંથી તરતી હાલતમાં મળી આવેલ હોય, જે અંગે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ પ્રેમજીભાઇ કથીરીયા રહે.તરવડા તા.જામકંડોરણા વાળાએ જામકંડોરણા પો.સ્ટે. મા જાણ કરતા જામકંડોરણા પોલીસ દ્વારા આ અજાણ્યા પુરૂષ ઇસમની લાશ ભાદર નદીમાંથી કાઢી તેનુ પી.એમ ફોરેન્સીક સાયન્સ વિભાગ મેડીકલ કોલેજ રાજકોટ દ્વારા કરાવતા મરણ જનારની ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષની હોવાની અને મરણ જનારને ગળાના ભાગે તથા પેટના ભાગે તીક્ષ્ણ હથીયાર વડે ઇજા થયેલ હોય તેમજ માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થવાથી મોત થયેલનો અભિપ્રાય આપેલ હોય પરંતુ આ મરણ જનારની ઓળખ થયેલ ન હોય કે તેના કોઇ વાલીવારસ મળી આવેલ ન હોય ફકત મરણ જનારના જમણા હાથમા કાંડાની બાજુમાં અંગ્રેજીમા “SHIVA” તથા “V.S” ત્રોફાવેલ હોય અને મરણ જનારનુ પી.એમ કરનાર મેડીકલ ઓફીસરશ્રી ના મૃત્યુના કારણના મળેલ અભિપ્રાય પરથી આ બનાવ ખુનનો હોવાનુ જણાઇ આવતા આ બનાવ અનુસંધાને જામકંડોરણા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. શ્રી વી.એમ.ડોડીયા દ્વારા શ્રી સરકાર તરફે ફરીયાદી બની અજાણ્યા ઇસમ વિરૂધ્ધ જામકંડોરણા પો.સ્ટે. ઇ.પી.કો.કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો કલાક,૨૦/૩૦ વાગ્યે રજીસ્ટ્રર કરાવેલ તા.૨૭/૦૩/૨૦૨૩ના

જેથી આ વણશોધાયેલ ખુનના ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓ તથા શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓ દ્વારા સદર બનાવને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી બનાવના દરેક પહેલુની દિશામા તપાસ કરી ગુન્હાને શોધી કાઢવા સુચના કરવામા આવેલ

જેથી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેરાના માર્ગદર્શન હેઠળ

એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કા ડી.જી.બકવા તથા અન્ય સી ગોહિલ તથા જે યુ nig નથા વા બંધ કડાકાની ટીમોને અલગ અલગ કામગીરી સોપવામા આવેલ જેમા એક ટીમને જામકંડોરણા વિસ્તારમા તથા જામકંડોરણા વિસ્તારને જોડતા દરેક રસ્તાઓ જેવા કે, ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, કાલાવડ, ભાયાવદર વિસ્તારના રસ્તાઓ પર તથા હોટલો વિગેરે સ્થળોએ લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના બેકઅપ લેવડાવી ફુટેજ ચેક કરવાની કામગીરી સોપવામા આવી તેમજ એક ટીમને જામકંડોરણા વિસ્તારમાં બનાવ સ્થળની નજીક રહેતા પરપ્રાતિય ઇસમોને ચેક કરવાની કામગીરી સોપવામાં આવી તેમજ ટેકનિકલ સ્ટાફની એક ટીમને કામગીરી સોંપવામાં આવેલ. તેમજ મરણ જનાર અજાણ્યા ઇસમના ફોટોગ્રાફ તથા તેના હાથમાં ત્રોફાવેલ “SHIVA” તથા“V S”ના ફોટોગ્રાફ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી ડેડબોડીની ઓળખ માટે પ્રસિધ્ધી કરવામાં આવેલ. તેમજ સ્કેચ આર્ટીસ્ટ દ્રારા મરણ જનારનો સ્કેચ તૈયાર કરી

જામકંડોરણા વિસ્તાર માંથી આ બનાવ બન્યા બાદ કોઇ પરપ્રાતિય ઇસમ પોતાના વતનમા જતા રહેલ છે કે કેમ ? તે અંગે તપાસ હાથ ધરવામા આવેલ તેમજ બનાવ સ્થળની આજુ બાજુના નદી કાંઠા વિસ્તાર તથા આજુ બાજુના સીમ વિસ્તારમા સર્ચ ની કાર્યવાહી કરવામા આવેલ

આ કામગીરી ચાલુ હતી તે દરમ્યાન ટેકનિકલ સોર્સ દ્રારા બનાવના સમય દરમ્યાન બનાવવાળી જગ્યાએ શીવા નામની વ્યકિતઓની હાજરી અંગે તપાસ કરવામાં આવતા જાણવા મળેલ કે ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાના હરમડીયાગામના વતની શિવાભાઇ જોધાભાઇ ધુંધવાળા તા.૨૨/૦૩/૨૦૨૩ ના રોજ રાયડી ગામ નજીક રાતના સમયે આવેલ હોવાનુ જાણવા મળેલ હોય જેથી તેઓના ગામ હરમડીયા ખાતે તપાસ કરાવતા શિવાભાઇ જોધાભાઇ ધુંધવાળાના ભાઇ રામભાઇ જોધાભાઇ ધુંધવાળાનો કોન્ટેકટ થયેલ અને તેનાભાઇ શીવા વિશે પુછપરછ કરતા છેલ્લા પંદર દિવસથી કોઇ કોન્ટેક ન હોય અને તેના મોબાઇલ ફોન બંધ આવતા હોવાની વાત કરતા તેઓને જામકંડોરણા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી લાશના ફોટો ગ્રાફસ બતાવતા મરણજનારના શરીરે પહેરેલ કપડા તથા તેના હાથ પર ત્રોફાવેલ “SHIVA”તથા “V.S” જોઇ ને આ મરણ જનારની લાશ પોતાનાનાના ભાઇ શીવા જોધાભાઇ ધુંધવળા ઉં.વ. આશરે ૩૦ વાળાની ચોખી બનાવેલ.

આ પોતાના ભાઇ શિવાસાઈ જોધાભાઇ ધુંધવાળાને એકાદ વર્ષથી એક મધ્ય પ્રદેશની મહિલા રેશ્માબેન વા/ઓ હતરીયાભાઇ સુરસીંગ ડાવર રહે.હાલ દુધીવદર ગામ દરબારની વાડીએ તા.જામકંડોરણા વાળી સાથે પ્રેમ સબંધ હોવાની હકિકત જણાવેલ અને તા.રર/૦૩/ર૦ર૩ના રોજ પોતાના ભાઇ શીવાએ ફોનથી વાત કરેલ ત્યારે કહેલ કે આ રેશમાને તેનો પતિ હેરાન કરતો હોય તેડી જવા મને દુધીવદર ગામે બોલાવેલ હોય હું દુધીવદર ગામે રેશમાને તેડવા માટે જાવ છુ. તેવી વાત થયેલ ત્યાર પછી કોઇ કોન્ટેક થયેલ નથી. તેવી હકિકત જણાવેલ.

જેથી આ રેશમાબેન વા/ઓ હતરીયા ડાવર તથા હતરીયા સુરસીંગ ડાવર રહે. મુળ મધ્યપ્રદેશ હાલ રહે. દુધીવદરગામ તાજામપ્રેરણા વાળાની તપાસ કરતા દુધીવદર ગામે રાજદ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલની વાડીએથી (૧) હતરીયા ઉર્ફે અનિલ ઉર્ફે સુનીલ સુરસીંગ ડાવર (ર) મુકેશ સુરસીંગ ડાવર (૩) રેશમાબેન વા/ઓ હતરીયા સુરસીંગ ડાવર રહે, મુળ ગામ કાટબુગામ ઘાવડી ફળીયુ તા.નાનપુર પોસ્ટ. ખંડાલા જી. અલીરાજપુર વાળાઓ મળી આવેલ અને ત્રણેયને અલગ અલગ વારાફરતી યુતિ પ્રયુતિથી પુછપરછ કરતા શીવા આ કામના આરોપી તરીયા ઉર્ફે અનિલ ઉર્ફે સુનીલ સુરસીંગ ડાવરની પત્ની રેશમાને એક વર્ષ પહેલા જુનાગઢ બસ સ્ટેન્ડ માંથી લઇ ગયેલ અને પોતાના ભાઇની વાડીએ એકાદ મહિનો રાખેલ જે મનદૂખના લીધે આ કામના ત્રણેય આરોપીઓ પૈકી હતરીયા અને તેનો ભાઇ મુકેશ બંનેએ રેશમા મારફત મરણ જનાર શીવાને ફોન કરાવી દુધીવદર ગામે તા.૨૨/૦૩/૨૦૨૩ ના રોજ બોલાવી રાતના પોણા અગીયારેક વાગ્યાના સમયે તીક્ષ્ણ હથીયારના ઘા મારી મારી નાખેલ અને લાશને ભાદર નદીમાં ફેંકી દિધેલાની કબુલાત આપતા હોય આરોપીઓને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે જામકંડોરણા પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવેલ છે. આામ રાજકોટ ગ્રામ્ય, એલ.સી.બી. ટીમને આ વણશોધાયેલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળેલ છે. અને એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય, ની ટીમ દ્રારા પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓ

(૧) હતરીયાભાઇ સુરસિંહ ડાવર રહે.હાલ મોટા દુધીવદર ગામ રાજેન્દ્રસિંહ ગોહીલની વાડીએ તા,જામકંડોરણા (૨) મુકેશ સુરસિંહ ડાવર રહે.હાલ અમરાપર વિરમભાઇ ગીગાની વાડીએ તા.જામજોધપુર

(3) રેશ્માબેન વા/ઓ હતરીયાભાઇ સુરસિંહ ડાવર.હાલ મોટા દુધીવદર ગામના રાજેન્દ્રસિંહ ગોહીલની વાડીએ તા.જામકંડોરણા મુળ રહે.બધા કાટબુ ગામ ઘાવડી ફળીયુ તા.નાનપુર પોસ્ટ. ખેડાલા જી.અલીરાજપુર (મધ્ય પ્રદેશ)
કામગીરી કરનાર ટીમ
રાજકોટ ગ્રામ્ય,એલ.સી.બી. પો.ઇન્સ.શ્રીવી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી.ગોહીલ તથા ડી.જી.બડવા તથા જે.યુ.ગોહીલ તથા જામકંડોરણા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.શ્રી વી.એમ.ડોડીયા તથા એલ.સી.બી.શાખાના એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ. નિલેષભાઇ ડાંગર તથા શક્તિસિંહ જાડેજા તથા મહીપાલસિંહ જાડેજા તથા અનિલભાઇ ગુજરાતી તથા વાસુદેવસિંહ જાડેજા તથા દિવ્યેશભાઇ સુવા તથા પો.કોન્સ. કૌશિકભાઇ જોષી તથા મહેશભાઇ સારીખડા તથા ભાવેશભાઇ મકવાણા તથા રસીકભાઇ જમોડ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વિરડા તથા ડ્રા.હે.કો. નરેન્દ્રભાઇ દવે તથા ડ્રા.પો.કો.સાહીલભાઇ ખોખર તથા અનિરૂધ્ધસિંહ જાડેજા તથા જામકંડોરણા સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.(વી.વી.ઓડેદરા) પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય, રાજકોટ

[wptube id="1252022"]
Back to top button