JETPURRAJKOT

જેતપુરનાં બળદેવધાર વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, બે શખ્સોની ધરપકડ

તા.૧૮ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર બળદેવધાર વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. જેમાં બે શખ્સની ધરપકડ થઈ છે. આરોપી ઈરફાન સંધી પોતાના ઘરે બહારથી મહિલાઓ બોલાવી વેશ્યાવૃત્તિનો ધંધો કરાવતો હતો, ગ્રાહક તરીકે આવેલ ભેંસાણના જયદીપ પટેલને પણ દબોચી લેવાયો છે. અને ગુનો નોંધાયો છે.

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડ તરફ થી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા સુચના અપાઈ હોય, જે અનુસંધાને જેતપુર ડીવાયએસપી આર. એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કચેરીનો સ્ટાફ અને જેતપુર સિટી પીઆઈ સહિતનો સ્ટાફ કામગીરીમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, નવાગઢ બળદેવધાર વિસ્તારમાં રહેતો ઈરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર (સંધી) (ઉ.વ.૨૭) પોતાના મકાને બહારથી સ્ત્રીઓ બોલાવી પોતાના આર્થિક લાભ માટે વેશ્યાવૃતિનો ધંધો કરે છે. પોલીસે આ મામલે ડમી ગ્રાહક મોકલી દરોડોની કાર્યવાહી કરી હતી.પોલીસે રેડ કરતા આરોપી ઇરફાન ત્યાં હાજર મળી આવ્યો હતો. અને મકાનનો એક રૂમ બંધ હોય તે ખખડાવતા તેમાંથી એક સ્ત્રી અને એક પુરુષ પોતે પહેરેલ કપડાં સરખા કરતા બહાર નીકળેલા. આ ૪૦ વર્ષીય સ્ત્રીની પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેણી અમદાવાદની છે. અત્રે ઈરફાનના કહેવાથી આવી હતી. તેની સાથે રૂમમાં રહેલ પુરુષની પૂછપરછ કરતા આ શખ્સ પોતે ભેંસાણના ઢોળવા ગામનો જયદીપ ધીરુ પાઘડાળ (પટેલ) (ઉ.વ.૩૨) હોવાનું અને અહીં શરીર સુખ માણવા ગ્રાહક તરીકે આવ્યો હોવાનું કહ્યું હતું તેમજ રૂમમાં જતા પહેલા ઇરફાનને રૂ.૬૦૦ આપ્યાનું જણાવ્યું હતું. પોલીસે મહિલાની પૂછપરછ કરતા જાણવા મળેલ કે તેણીને ગ્રાહક દીઠ રૂ.૩૦૦ અપાતા જ્યારે ઇરફાને ગ્રાહક પાસેથી રૂ.૬૦૦ લેતો અને રૂ.૩૦૦ પોતાના કમિશના રાખી લેતો હતો.

નિયમ મુજબ અત્રેથી મળેલી સ્ત્રીને ભોગ બનનાર માની તેને વેશ્યાવૃત્તિ કરાવનાર ઈરફાન અને શરીર સુખ ભોગવવા આવેલા ગ્રાહક જયદીપની ધરપકડ કરી ગુનો નોંધવાની કાર્યવાહી કરાઈ હતી.

[wptube id="1252022"]
Back to top button